રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

નવી ભીલડીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

નવી ભીલડીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

નવી ભીલડી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીલડીના જગદીશ્વર મહાદેવ મંદિરેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ આદર્શ હાઇસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

તિરંગા હાથમાં લઈ મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના નારા સાથે યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ભીલડી ભાજપ મંડળ ના પ્રમુખ અને મહા મંત્રી અને હોદેદારો., ગામના અગ્રણીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી સમગ્ર ભીલડી શહેર ગુંજી ઉઠ્યું હતું. હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના નાદ વચ્ચે શહેરનું સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. આ યાત્રામાં ભીલડી પોલીસ સ્ટેશનના PSI  તથા પોલીસ સ્ટાફ  અને જી.આર.ડી જવાનો. રેલવે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો. ભીલડી એચ.વી.વાલાણી હાઈસ્કૂલ.અને આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લઈ દેશ પ્રત્યેનો પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો. નવી ભીલડીની આ તિરંગા યાત્રાએ માત્ર રસ્તાઓ પર તિરંગા લહેરાવ્યા નહીં, પરંતુ લોકોના હૃદયમાં પણ રાષ્ટ્રભક્તિની જ્યોત વધુ પ્રજ્વલિત કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Bhildi

સંબંધિત સમાચાર