હિંમતનગરમાં ગુજરાત રાજ્ય વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા યોજાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, હિંમતનગરના 19 કેન્દ્રના 191 બ્લોકમાં કુલ 4583 ઉમેદવારમાંથી 3834 ઉમેદવારે પરીક્ષા આપી. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્રોના પ્રવેશદ્વાર પર બે અલગ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. એક કાપડના બોક્સમાં પુરુષ ઉમેદવારોની અને બીજામાં મહિલા ઉમેદવારોની તપાસ કરવામાં આવે છે. ત્યાર બાદ જ તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવે છે. સમગ્ર પરીક્ષા સીસીટીવી કેમેરાની નજર હેઠળ યોજાશે. હિંમતનગર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પરીક્ષા કેન્દ્રો પર 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 142 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
હિંમતનગરમાં જીપીએસસીની પરીક્ષા યોજાઇ; ઉમેદવારોની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#sabarkantha#Himmatnagar#CCTV Surveillance#Educational Assessment#GPSC Exam#Gujarat State Administrative Service#Gujarat Civil Service#Gujarat Municipal Chief Officer Service#Candidate Verification#District Education Department#Exam Security Measures#Police Presence at Exam Centers#Male and Female Candidate Procedures#Examination Process#Public Service Exams
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
11 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
