રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા14 મે, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું

પાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થવાની ઘટના સામે આવી હતી. 

પાલનપુરની ભાગ્યોદય સોસાયટી વિસ્તારમાં ખોદકામ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ ખોદકામ દરમિયાન જેસીબી મશીનથી અચાનક ગેસની પાઇપલાઇન તૂટી જતા ગેસ લીકેજ શરૂ થયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો ભયભીત બન્યા હતા.

ગેસ લીકેજ થતાં જ ખોદકામ કરી રહેલો જેસીબી ડ્રાઇવર મશીન સ્થળ પર જ મૂકી નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને ગેસ લીકેજ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બેદરકારીપૂર્ણ ખોદકામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર