બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. શહેરની સ્પોર્ટ્સ ક્લબ પાછળ આવેલી કંકાવટી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, કંકાવટી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મશરૂભાઈ સોલંકીના મકાનમાં રસોઈ બનાવતી વખતે અથવા અન્ય કોઈ કારણસર ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે આસપાસના રહીશોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોને કરવામાં આવતા કોલ મળતા જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની ખાતરી કર્યા પછી ફાયરની ટીમ પરત ફરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ઘરવખરીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ડીસાની કંકાવટી સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી : ઘરવખરી બળીને ખાખ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
