રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા11 જુલાઈ, 2025| Super Admin

ઇડરના ચિત્રોડા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ; ૧૧.૩૬ લાખના ગાંજો સાથે બે આરોપીની અટકાયત

ઇડરના ચિત્રોડા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ; ૧૧.૩૬ લાખના ગાંજો સાથે બે આરોપીની અટકાયત

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં જાદર પોલીસે મોટી કામગીરી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચિત્રોડા ગામ નજીક વાળીનાથ મંદિર પાસેના બાજરીના ખેતરમાંથી ૧૧.૩૬ લાખની કિંમતનો ૧૧૨ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સંજયભાઈ છબાભાઈ ભરવાડ (૩૨ વર્ષ) અને ત્રિપાઠી વ્રજબિહારી ચોબે (૫૫ વર્ષ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ ચિત્રોડામાં રહે છે. જાદર પોલીસના તપાસ દરમિયાન ખેતરમાંથી ૧૪૭ લીલા ગાંજાના છોડ અને ૧.૫૬૦ કિલોગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. લીલા છોડની કિંમત ૧૧.૨૧ લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગ્દડ્ઢઁજી એક્ટની કલમ ૮(ઝ્ર), ૨૦(૨)(ઝ્ર), ૨૯ અને ૫૨(છ) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને ઇડરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને ૧૧ જુલાઈ ૨૦૨૫ની સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઇડર પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ, આ કેસની વધુ તપાસ ઇડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસ આ ગાંજાની ખેતી પાછળનું નેટવર્ક શોધવા કાર્યવાહી કરી રહી છે.

સંબંધિત સમાચાર