રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2026| Super Admin

હડાદથી અંબાજી થઈ રણુજા જતા ભક્તોને લૂંટતી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ

હડાદથી અંબાજી થઈ રણુજા જતા ભક્તોને લૂંટતી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ

ગનાપીપળી ઢાળ નજીક કાર પર પથ્થરમારો કરી ધારદાર હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ

 ભાદરવી પૂનમના મેળા પૂર્વે હડાદ પોલીસને મોટી સફળતા મળી છે. હડાદ તરફથી અંબાજી થઈ રણુજા તરફ જતા ભક્તોને નિશાન બનાવી લૂંટનો પ્રયાસ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, ગનાપીપળી ઢાળ નજીક બદમાશોએ ભક્તોની કારને નિશાન બનાવી કાર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ધારદાર હથિયારો બતાવી કારમાં સવાર લોકોને ધમકાવી લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં હડાદ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી.ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસે બાતમીદારો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તાબડતોબ કાર્યવાહી કરી લૂંટના પ્રયાસ સાથે સંકળાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તેમજ લૂંટના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ પણ કબજે કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે હડાદ પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ લૂંટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી તરફ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને ભક્તો જતા હોય છે. તેવામાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હડાદ પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા માર્ગો પર પેટ્રોલિંગ અને શંકાસ્પદ તત્વો પર નજર વધુ સઘન બનાવવામાં આવી છે.

ટેગ્સ:#Banaskantha#Hadad

સંબંધિત સમાચાર