સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા નજીક ગાંભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલી અમદાવાદ પાસિંગની એક સ્વીફ્ટ કાર ઝડપી પાડી છે. પોલીસે પીછો કરીને રૂ. 3.34 લાખનો દારૂ જપ્ત કર્યો હતો, જોકે કાર ચાલક રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગાંભોઈ પોલીસ સુરજપુરા રેલવે ફાટક નજીક બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ઉભી રાખી ન હતી. તેણે ગાડી ગાંભોઈ ત્રણ રસ્તા રોડથી શામળાજી તરફના રોડ બાજુ ભગાવી હતી.પોલીસે સરકારી વાહન દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. નવલપુર (ભાટોડા) ગામની સીમમાં ગાડીના ચાલકે રોડની બાજુમાં ગાડી ઉભી રાખી દીધી હતી અને બાજુની સીટમાં બેઠેલા અન્ય એક ઈસમ સાથે નજીકના ખેતરમાં થઈને ભાગી ગયો હતો. પોલીસે GJ-01-RK-4439 નંબરની સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાંથી વિદેશી દારૂની 20 પેટીઓ, કુલ 828 બોટલો, જેની કિંમત રૂ. 3,34,800 છે, તે જપ્ત કરી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દારૂ અને રૂ. 5,00,000ની કિંમતની સ્વીફ્ટ ડિઝાયર ગાડી મળી કુલ રૂ. 8,34,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર નજીક ગાંભોઈ પોલીસે રૂ.3.34 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં ₹21.81 હજારના ગાંજા-ચરસ સાથે 3 ઝડપાયા, 4 સામે NDPS હેઠળ ગુનો
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરના બળેલી મિલ રોડ પર ઘરમાંથી રૂ.5.51 લાખના દાગીના અને રોકડ લઈ ફરાર
1 દિવસ પહેલા
સાબરકાંઠાચાર કેસમાં સાદી કેદની સજા પામેલો ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
6 દિવસ પહેલા
