રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા હાઇવે ઉપર ખાનગી લકજરી ચાલકો ના કારણે વારંવાર ટ્રાફિકજામ

ડીસા હાઇવે ઉપર ખાનગી લકજરી ચાલકો ના કારણે વારંવાર ટ્રાફિકજામ
હાઇવે ઉપર મોટાભાગની લકઝરી ઓ નો પાર્કિંગ પોઇન્ટ - પોલીસ ની રહેમનજર; ડીસાના જલારામ મંદિર આગળ પાલનપુર તરફના મુખ્ય હાઇવે ઉપર ખાનગી લકજરી ચાલકો માટે પાર્કિંગ પોઇન્ટ બની ચુકયો છે. મુખ્ય હાઇવે ઉપર આડેધડ ખાનગી લકજરી બસો પેસેન્જર લેવા માટે ઉભી રહેતા ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. ડીસાના જલારામ મંદિર થી પાલનપુર તરફ જતા મુખ્ય હાઇવે ઉપર ખાનગી લકજરીઓ માટે પાર્કિંગ પોઇન્ટ બની ગયો છે. સુરત, મુંબઈ, જતી મોટા ભાગની લકજરી બસો અહીં થી પેસેન્જર લેવા તેમજ ઉતારવા માટે પાર્ક થાય છે તેમાય સાંજે અને સવારે અને સાંજના સુમારે તો લાઈનો લાગે છે. તેના કારણે  દિવસ દરમિયાન અહીં વારંવાર ટ્રાફિક જામ થાય છે. જેના લીધે અહીં થી પસાર થતા અન્ય વાહનો સાથે રાહદારી પણ ટ્રાફિકના કલાકો સુધી અટવાઈ જાય છે. તેમ છતાં પણ સામેજ  ટ્રાફિક પોલીસ પોઇન્ટ હોવા છતાં પણ પોલીસ દ્વારા આ ખાનગી બસો ને હટાવવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી પોલીસ ની રહેમ નજર સામે જ અહીં થી લકઝરી બસો ભરાઈ રહી હોવા છતાં આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતિ નથી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર