રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 જુલાઈ, 2025| Super Admin

સતલાસણા તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો: ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યો

સતલાસણા તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો: ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યો
હાલ ધરોઈડેમ ખાતે ૬૧૭ ફૂટની સપાટી પર પહોંચી ગઈ હોય જુલાઈ મહિનામાં ૬૧૮ફૂટ રૂલ લેવલ રાખવા નું થતું હોય એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ધરોઈ ડેમમાં હાલ પાણી આવક ૪૬૦૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આ વર્ષે ચોમાસુ સારું એવું બેઠું છે જેના લીધે સતલાસણા તાલુકામાં સારો એવો નોંધપાત્ર વરસાદ થયો છે પરંતુ ગતરોજ ભારે વરસાદના લીધે સમગ્ર પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાસ થતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેવામાં ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો ૮૦.૫૩% (સપાટી-૧૮૮.૦૦ મીટર/૬૧૬.૭૯ ફુટ) નોંધાયેલ છે. હાલમાં સાબરમતી જળાશય યોજનામાં ૪૬૧૧૦ ક્યુસેકની પાણીની આવક છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું રૂલ લેવલ ૬૧૮ ફુટ (૧૮૮.૩૬૬ મીટર) છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાના સ્રાવક્ષેત્રમાં સારો વરસાદ થાય તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક ઉપર જણાવ્યા મુજબની રહે તો ધરોઇ ડેમના દરવાજા આવનારા સમયમાં ખોલવાની જરૂર જણાય તેમ છે. જેથી સાબરમતી નદીમાં ધરોઇ બંધની હેઠવાસમાં નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થવાની શક્યતા રહેલી છે. હાલમાં ધરોઇ ડેમ અલેર્ટ સ્ટેજ પર હોઇ, હાલની પાણીની આવક યથાવત રહેતા આગામી ૩-૪ કલાક બાદ નદીમાં પાણી છોડવાની સંભાવના રહેલ છે, જેથી ધરોઇ ડેમના હેઠવાસમાં નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં ડીઝાસ્ટર મેનેજમેંટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે.

સંબંધિત સમાચાર