રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | દાંતીવાડા

દાંતીવાડા ના ઝાત ભાડલી નજીક થી બિનઅધિકૃત રીતે ખનિજ રેતી વહન કરતાં ચાર ડમ્પરો ઝડપ્યા

દાંતીવાડા ના ઝાત ભાડલી નજીક થી બિનઅધિકૃત રીતે ખનિજ રેતી વહન કરતાં ચાર ડમ્પરો ઝડપ્યા
એક કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી સરકારી નદીમાંથી બેફામ ગેરકાયદેસર લાખોની રેતી ઉઠાવી રહ્યા છે ખનિજ માફિયા; દાંતીવાડા ના ઝાત ગામને અડીને પસાર થતી સીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતીની લૂંટ મચી છે. અનેકવાર અહીંથી રેતીચોરી પકડાઇ, ફરિયાદો થઈ છતાં ખનીજ માફિયા બેકાબૂ જ છે. ત્યારે અત્યાર સુધીની સૌથી મોટી ચોંકાવનારી વિગતો સામે આવી છે.  દૈનિક હજારો મેટ્રિક ટન રેતી ચોરી લૂંટ કરી ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે ખનન અને ગેરકાયદેસર કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો હતો. અને બિનઅધિકૃત રીતે ખનિજ રેતી વહન કરતાં ચાર ડમ્પરો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહીતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ઝાત પાસે આવેલ ગામ પાસે એક મોટો પુલ આવેલો છે. આ પુલની નીચેથી સરકારી સીપુ નદી પસાર થાય છે. ત્યારે આ નદી પટમાં ખૂબ પ્રમાણમાં રેતી ખનીજ સંપત્તિ પડી છે. આ રેતી ખનીજની લૂંટ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હોવાથી સરકારનુ હિત ઈચ્છતા સૌ કોઈ ચિંતામાં છે. અહીંથી અગાઉ ઘણીવાર ગેરકાયદેસર રેતી ચોરી પકડાઇ પરંતુ પછી તરત માણસો બદલાઇ જાય છે. નવા માણસો જૂના ખનન માફિયા મારફતે ફરીથી રેતી ચોરી ચાલુ કરી દે છે, ત્યારે હાલમાં પણ ચાલતું ખનન ઘણા ઘટસ્ફોટ કરે છે. રોજના અનેક ડમ્પરો અહીંથી વહેલી સવારે અને મોડી સાંજે ખનન કરે છે. ખનીજ માફિયાઓ કોઈ ના ડર વગર કોથળા ભરાય તેવી બેનામી આવક મેળવી રહ્યા છે. ઝાત ગામ વચ્ચેથી દૈનિક પસાર થતા રેતી ભરેલાં ડમ્પરો બેફામ દોડતાં ભારે અકસ્માત થવાની ગામલોકો ને ભીતી સેવાઈ રહી છે. બેફામ દોડતાં ડમ્પરો થી રહેણાંક વિસ્તારના ઘરો ધૂળ થી ભરાઈ જતાં માથાના દુઃખાવા સમાન બની ગયો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર