રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા22 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્યની બિનહરીફ વરણી

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્યની બિનહરીફ વરણી

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે યોજાયેલી ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલા પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ શશીકાંતભાઈ પંડ્યાની બિનહરીફ વરણી થતા ચૂંટણી પ્રક્રિયા ટળી હતી. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી  તરુણભાઈ જોશીના જણાવ્યા અનુસાર, પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે ચૂંટણી અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એસોસિએશનના કુલ 96 નોંધાયેલા સભ્યો પૈકી 76 સભ્યો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.જેમાં સર્વસંમતિથી ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શશીકાંત પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થતા તેમના શુભેચ્છકો અને સમર્થકો તેમજ સભ્યો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શશીકાંતભાઈ પંડ્યાની બિનહરીફ અધ્યક્ષ તરીકે વરણી બનાસકાંઠા જિલ્લામાં ક્રિકેટના વિકાસ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.      

સંબંધિત સમાચાર