રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના જોરાપુરા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો: એક આરોપી ફરાર

ડીસાના જોરાપુરા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો: એક આરોપી ફરાર

ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ ૯૦૮ બોટલ દારૂ અને બિયર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૨,૭૦,૭૯૧ આંકવામાં આવી છે. જોકે, આરોપી પોલીસ રેઇડ દરમિયાન હાજર ન મળતા તે ફરાર થઈ ગયો છે. પોલીસને બાતમી મળી હતી કે, જોરાપુરા ગામનો રહેવાસી સવસીજી શાંતીજી ઠાકોર પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટુકડીએ બે પંચોને સાથે રાખીને સવસીજી ઠાકોરના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ઘરની અંદર આવેલી એક ઓરડીમાં એક મોટો પટારો જોવા મળ્યો. પટારાને ખસેડતા, તેની પાછળની દિવાલમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હતું. આ ખાનામાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની બોટલો ભરેલી પેટીઓ તેમજ છૂટી બોટલો મળી આવી. દરોડા દરમિયાન, આરોપી સવસીજી ઠાકોર હાજર ન હતો અને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઝડપેલા દારૂના જથ્થામાં જુદી-જુદી બ્રાન્ડની કુલ ૯૦૮ બોટલ હતી, જેની કુલ કિંમત રૂ. ૨,૭૦,૭૯૧ થાય છે. પોલીસે આ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર