રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસા તાલુકાના છત્રાલા ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો : 5,77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ડીસા તાલુકાના છત્રાલા ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો : 5,77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
એલસીબી પોલીસે દારૂ સાથે 5,77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો: બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જીલ્લો છે અને આ જીલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના છત્રાલા નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલા જીપડાલાને ઝડપી દારૂ સહીત રૂપિયા 5,77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જો કે જીપડાલા ચાલક ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર છે અને તેના લીધે આ જીલ્લામાંથી વિદેશી દારૂની ખુબ જ મોટા પ્રમાણમાં હેરાફેરી થઇ રહી છે. ત્યારે ડીસા તાલુકાના છત્રાલાથી રાણપુર તરફ એક દારૂ ભરેલી ગાડી આવી રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી.જેથી છત્રાલા ગામ નજીક બનાસકાઠા એલસીબી પીઆઈ એ.વી.દેસાઈની સૂચનાથી એલસીબી ટીમે નાકાબંધી ગોઠવી હતી. ત્યારે ટીમે પસાર જીપડાલાને અટકાવતા તેનો ચાલક ડાલું મૂકી નાસી છૂટ્યો હતો.પોલીસે જીપડાલાની તલાશી લેતાં તેમાં 1523 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો.જેની કિંમત રૂ.2,77,860 રૂપિયાની થાય છે. પોલીસે આ ઘટનામાં દારૂ સહિત રૂપિયા 3 લાખનું જીપડાલું મળી કુલ રૂ.5,77,860 નો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર