રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢ પર વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો; 3.88 લાખનો મુદ્દામાલ જપ્ત

અમીરગઢ પર વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો; 3.88 લાખનો મુદ્દામાલ જપ્ત

અમીરગઢ પોલીસે કપાસીયા બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે સફેદ કલરની સ્વીફ્ટ કારને રોકી તપાસ કરી હતી. કારની હેડલાઇટ, આગળના અને પાછળના બમ્પર તેમજ પાછળની લાઇટોમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 82 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 83,526 છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 3,88,526 થવા જાય છે. પોલીસે કાર ચાલક રાજકુમાર ચૌહાણ (26, રહે. બાલુન્દ્રા, અમીરગઢ)ની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65એઇ, 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને ડો. જે.જે. ગામીત, I/C નાયબ પોલીસ અધિક્ષક દાંતા-વિભાગના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના આપી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર