રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 એપ્રિલ, 2025| Super Admin

પાટણમાં સૌ પ્રથમ વાર એક જ પરિવાર ના સંપૂર્ણ ખચૅ સાથે સમસ્ત મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું

પાટણમાં સૌ પ્રથમ વાર એક જ પરિવાર ના સંપૂર્ણ ખચૅ સાથે સમસ્ત મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું
સમૂહ લગ્ન મા જોડાનાર 22 યુગલો ને 55 થી વધુ ચીજવસ્તુઓ ની ભેટ અર્પણ કરાશે; પાટણ મુસ્લિમ સમાજના સેવાભાવી યુવા અગ્રણી મહેબૂબખાન છોટેખાન બલોચ પરિવાર દ્વારા સૌ પ્રથમ વાર સમસ્ત મુસ્લિમ સમાજના સમુહ લગ્ન નું તા.13 મી એપ્રિલ 2025 ને રવિવારે શહેરના ઈદગાહ ખાતે  આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત મુસ્લિમ સમાજ મા સૌ પ્રથમ વખત એક જ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નમાં પાટણ સહિત અન્ય શહેરો મા રહેતા મુસ્લિમ સમાજના 22 દુલ્હા- દુલ્હનો ને મૌલાના ઈમરાન સાહબ પટ્ટની  સહિત રાજકીય,સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી આશિર્વાદ પાઠવશે. તો સમૂહ લગ્નમા જોડાનાર તમામ યુગલો ને સેટી પલગ થી લઈને તિજોરી કબાટ સુધીની 55 થી વધુ ભેટ સોગાદો સમૂહ લગ્ન ના આયોજક મહેબૂબ ખાન બલોચ પરિવાર દ્ધારા ભેટ ધરવામાં આવશે. પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ ના એક જ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન ને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના સભ્યો સહિત મુસ્લિમ સમાજ ના વિવિધ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હોવાનું શનિવારે ઈદગાહ ખાતે બોવાવેલ પ્રેસ મિટીંગમા આયોજકોએ માહિતી પ્રદાન કરીહતી.

સંબંધિત સમાચાર