રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો: ₹2.61 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો: ₹2.61 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 403 લીટર ‘હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી’નો જથ્થો ઝડપાયો:સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલાયો

નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા શંકાસ્પદ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થોના ઉત્પાદન- વેચાણ સામે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે લાલ આંખ કરી છે. પાલનપુર તાલુકાના ચંડીસર GIDCમાં આવેલી શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે તા. 26 ઓગસ્ટે હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન ₹2.61 લાખની કિંમતનો 403 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

114.jpg 176.93 KB
પાલનપુરના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી એચ.વી. ગુર્જર તથા કુ. ઈ. એસ.પટેલની ટીમે ચંડીસર GIDCના પ્લોટ નં. 195 ખાતે આવેલી મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢીમાંથી ‘હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી’ના 500 એમ.એલ.ના પેકિંગમાં ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.

ઘીની ગુણવત્તા અંગે શંકા જણાતા અધિકારીઓએ નિયમ મુજબ તેનું ફૂડ સેમ્પલ મેળવી સરકારી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યું છે. બીજી તરફ, સેમ્પલ લીધા બાદ સ્થળ પર રહેલા બાકીના જથ્થા પર પણ તંત્રએ કાર્યવાહી કરી હતી.ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે તંત્રની આ કાર્યવાહીથી ચંડીસર GIDC સહિત જિલ્લામાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા એકમોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર