પ્રસિદ્ધ લોક ગાયક કાજલ મહેરિયાએ 24-કડી વિધાનસભાની બેઠક પર ભાજપ માંથી ચૂંટણી લડવા માંગી ટિકિટ છે. એક કલાકારે શાસક પક્ષ તરફથી ચૂંટણી લડવા તૈયારી બતાવતા સૌ કોઈ ચોંકી ઊઠ્યાં હતા. મહેસાણા જિલ્લાના ભાજપ કાર્યાલય કમલમમાં ચાલી રહેલી ભાજપના નેતાઓની સેન્સ પ્રક્રિયામાં લોક ગાયક કાજલ મહેરિયાએ એકાએક પહોંચીને પોતાની ઉમેદવારી નોંધાવાની વાત કરતાં ભાજપ નેતાઓ દ્વારા તેમને પણ આવકારવામાં આવ્યા હતા. કાજલ મહેરિયાએ કડી બેઠક પર ચૂંટણી લડવા તૈયારી બતાવી ભાજપમાં ટીકીટની માંગણી કરી પોતાની દાવેદારી નોંધાવવાની વાત રજૂ કરી હતી. જ્યાં લોક ગાયક કાજલ મહેરિયાએ કહ્યું કે હું છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલી છું, પાર્ટી ટિકિટ આપે તો લોકોની વધુ સેવા કરીશ. ભાજપની સેન્સ પ્રક્રિયામાં પોતાના ટેકેદારો સાથે કમલમ પહોંચ્યા હતા. કાજલ મહેરિયા ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની અને ચૂંટણી લડવાની તૈયારી બતાવી ફોર્મ ભરવાનું જણાવ્યું હતું. ભાજપની સેન્સ પ્રક્રિયામાં કાજલ મહેરિયાના નામને પણ આગળ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કડી વિધાનસભાની બેઠક માટે લોકગાયક કાજલ મહેરિયાએ માંગી ભાજપની ટિકિટ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mehsana District#Community Engagement#Electoral Process#BJP Leadership#Candidate Registration#Kajal Mehria#BJP Ticket Application#Kadi Assembly Seat#Folk Singer Candidacy#Elections 2025#Political Aspirations#Artist in Politics#Political Sensitization Process#Long-term Party Association#Public Service Commitment
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
14 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
