રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં આભમાંથી અગનગોળા વરસ્યા: તાપમાન 40 ડીગ્રીને પાર

બનાસકાંઠામાં આભમાંથી અગનગોળા વરસ્યા: તાપમાન 40 ડીગ્રીને પાર

હીટવેવથી જનજીવન પ્રભાવિત આગામી સમયમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી  માવઠાની સંભાવના

બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલના મધ્યમાં જ ઉનાળાએ તીવ્ર રૂપ ધારણ કર્યું છે. શુક્રવારે જિલ્લામાં બપોર ના સમયે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જતા લોકો ગરમીથી બેહાલ બન્યા છે. ખાસ કરીને ડીસા શહેરમાં બપોરે 41 ડીગ્રી તાપમાન નોંધાતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. ગરમ પવનની લહેરો (લૂ) 12 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે થોડી રાહતના સંકેત આપ્યા છે. આગામી 48 કલાક સુધી હીટવેવ જેવી પરિસ્થિતિ યથાવત રહેશે, પરંતુ 19 અને 20 એપ્રિલથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અથવા માવઠું પડી શકે છે.

ગરમીના કારણે બપોરે બજારોમાં લોકડાઉન જેવો માહોલ સર્જાયો છે. પશુ-પક્ષીઓ પણ તાપથી પરેશાન થઈ ગયા છે. પશુપાલકોને પશુઓને છાંયડામાં રાખવા અને પૂરતું પાણી આપવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોએ પણ ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપવામાં આવી છે.જો આગાહી મુજબ વરસાદ પડે તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર