વિસનગર ખાતે આવેલા મહેસાણા ચાર રસ્તા નજીક આવેલ સાકાર કોમ્પ્લેક્સની એક ઓફિસમાં અગમ્ય કારણસર ભારે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે. અચાનક લાગેલી આગથી કોમ્પ્લેક્સના દુકાનદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ આગ કયા કારણથી લાગી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી. આગ લાગવાના બનાવની જાણ થતાં ઘટના સ્થળે વિસનગરના ત્રણ ફાયર ફાઈટર આગ ઓલાવા માટે પહોંચ્યા હતાં. જે બનાવ બાબતે જાણ થતાની સાથે વિસનગર શહેર પોલીસ પણ સ્ટાફ સાથે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જઈ ભીડ અને ટ્રાફિકનું નિયંત્રણ કર્યું હતું. કોમ્પ્લેક્સની ઓફિસમાં આગ લાગવાથી તેની ઉપર આવેલી અન્ય દુકાને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાની જાણ થતા વિસનગરના મહેસાણા ચાર રસ્તે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વિસનગરની મહેસાણા ચોકડી પાસે લાગી આગ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ઊંઝા કોલેજનું ગૌરવ
1 અઠવાડિયા પહેલા
