બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર નજીક આવેલી જી.આઇ.ડી.સી.માં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પાલનપુર નગર પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. છતાં ફાયર બ્રિગેડ ની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ આગમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સુધી બહાર આવ્યું નથી.આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ તંત્રએ ઘટનાની તપાસ શરૂ કરી છે. આગ શોર્ટ સર્કિટ, બેદરકારી કે અન્ય કોઈ કારણસર લાગી હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ચંડીસર જી.આઈ.ડી.સી.માં આગનું તાંડવ, ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
