રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં દીપોત્સવી પર્વનો ઉત્સાહ: બજારોમાં ખરીદીની રોનકથી વેપારીઓમાં ખુશીની લહેર

ડીસામાં દીપોત્સવી પર્વનો ઉત્સાહ: બજારોમાં ખરીદીની રોનકથી વેપારીઓમાં ખુશીની લહેર

ફુવારા સર્કલ પાસે ચક્કાજામ, વાહનચાલકો પરેશાન

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં તહેવારોની ખરીદીનો જબરદસ્ત માહોલ જામ્યો છે. શહેરના મુખ્ય માર્કેટ, કાપડ બજાર, કટલેરી અને ઈલેક્ટ્રોનિક્સની દુકાનોમાં વહેલી સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. લોકો કપડાં, ઘરવખરી, ડેકોરેશનની વસ્તુઓ અને ફટાકડાની ખરીદીમાં વ્યસ્ત બનતા સમગ્ર બજારમાં ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે.

​બીજી તરફ, બજારોમાં ખરીદી માટે ઉમટેલી ભારે જનમેદની અને વાહનોના ઘસારાને કારણે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ફુવારા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. સર્કલની ચારેય બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતાં ભારે ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. ખરીદી અર્થે નીકળેલા લોકો, રાહદારીઓ તેમજ વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

​પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક હોમગાર્ડ જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તહેવારોના આગામી દિવસોમાં પણ ભીડ વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિકનું સુચારુ આયોજન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa#Diwali festival

સંબંધિત સમાચાર