રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા12 ઑગસ્ટ, 2025| Super Admin

પર્વોની વણઝાર : આજે બોળ ચોથ અને નાગપંચમીથી પારણા નવમી સુધી સળંગ તહેવાર ઉજવાશે

પર્વોની વણઝાર : આજે બોળ ચોથ અને નાગપંચમીથી પારણા નવમી સુધી સળંગ તહેવાર ઉજવાશે
આજે નાગ પંચમીનુ પર્વ ! નાગદેવતાનું વિશેષ પૂજન અર્ચન થશે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તહેવારો અને વ્રતોની પણ મૌસમ જામી છે જેમાં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પર્વની સૌથી વધુ મહત્વ રહેલું છે. દિવાળી ના પર્વો ની જેમ સળંગ પાંચ તહેવારો એક સાથે આવતા લોકોમાં પણ નો અનેરો માહોલ સાથે અદમ્ય ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે  આજે નાગપંચમીના તહેવારોની સાથે જન્માષ્ટમીના તહેવારો ની શરૂઆત થઇ રહી છે. જોકે આ વર્ષના તહેવારો વચ્ચે તિથિની ઘટ હોવાના કારણે એક સાથે બે તહેવારો ઉજવાશે. જેમાં આજે બોળચોથ અને નાગપંચમી રહેલી છે આ ઉપરાંત શુક્રવારે રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસ અને શીતળા સાતમ મનાવવામાં આવશે અને ત્યારબાદ શનિવારના રોજ જન્માષ્ટમીનું પર્વ ઉજવાશે જેના કારણે   ઓફિસો માં મિનિ વેકેશન જેવો માહોલ જામશે અને લોકો ઉત્સાહભેર જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરશે ત્યારે આજે બુધવાર ના નાગપંચમીના પર્વ એ જિલ્લાભરમાં આવેલા વિવિધ નાગદેવતાઓના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન થશે. સાથે અનેક ઘરોમાં ઘરના પાણીયારે દીવો કરી બાજરી કુલર અને નારિયેળ ધરવામાં આવ્યું હોય છે. આ પ્રસંગે લોકો એકટાણું પણ કરતા હોય છે. ડીસા તાલુકાના વડાવળ ગામમાં પણ ગોગા મહારાજના મંદિરે યજ્ઞ સહિત ગોગા મહારાજની ધ્વજારોહણ સહિતના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર