ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ બ્લાસ્ટકાંડમાં સંડોવાયેલા આરોપીઓ ખુબચંદ અને દીપકને ડીસા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. ડીસાની પહેલા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ન્યાયાધીશ કે.આર.શર્માએ સરકારી વકીલ શૈલેષ ગોસ્વામી અને બચાવ પક્ષના વકીલ પંકજ શર્માની લાંબી દલીલો સાંભળ્યા બાદ બંને આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, પોલીસે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. હવે કોર્ટે આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના કારણે પોલીસને આ કેસની વધુ તપાસ માટે સમય મળશે.
ડીસા બ્લાસ્ટકાંડમાં ૨૧ નિર્દોષોના મોત માટે જવાબદાર પિતા-પુત્રને ૮ દિવસના રિમાન્ડ મંજૂર

ટેગ્સ:#remand#Deesa#public safety#Criminal Investigation#Court Proceedings#Illegal Firecracker Factory#Tragedy#Blast Case#Father-Son Duo#Judicial System
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી પોલીસ એક્શનમાં : આકોલીની પરિણીતા ત્રણ સંતાનો સાથે ગુમ થતાં તપાસ શરૂ
9 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર સિવિલમાં કમાલ: ગોળા-જલોત્રા નજીક ઘાયલ યુવાનની ફેફસાની સફળ સર્જરી
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ગાયત્રી મંદિર હાઇવે પર બે ગાયોની લડાઈ બની જીવલેણ, એકનું મોત
10 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના સકલાણામાં ગોઝારો અકસ્માત: વીજ વાયર પડતાં પિતા-પુત્રનું મોત
10 કલાક પહેલા
