રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ14 માર્ચ, 2026| Super Admin

પાટણ નગરપાલિકાના 44 સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં વિદાય કાર્યક્રમ યોજાયો

પાટણ નગરપાલિકાના 44 સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં વિદાય કાર્યક્રમ યોજાયો

પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા 44 સભ્યો અને વર્તમાન બોર્ડનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકા સંકુલ ખાતે શનિવારે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિતના કર્મચારીઓએ પ્રમુખ હિરલ પરમાર અને અન્ય પદાધિકારીઓનું સન્માન કરી તેમને વિદાય આપી હતી. જોકે, શાસક પક્ષના કેટલાક અને વિપક્ષના કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. વિદાય સમારોહમાં પાલિકા પ્રમુખ હિરલ પરમાર સહિતના સભ્યોને શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલિકાના કર્મચારીઓએ પાંચ વર્ષની વહીવટી કામગીરી દરમિયાન મળેલા સહયોગ બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન 44 સભ્યોએ પોતાના વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા હતા.રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટો અને આર્થિક સહાયથી શહેરના માળખાગત વિકાસને વેગ મળ્યો હતો, અને જનતાના પ્રશ્નોના નિકાલમાં આ બોર્ડે મહત્વની ભૂમિકા ભજવી હતી.કાર્યક્રમનું સંચાલન જય રામી દ્વારા કરવામાં આવ્યું હતું.ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમની 17 વર્ષની કારકિર્દીમાં પાટણ નગરપાલિકાનો અનુભવ મિશ્ર રહ્યો છે, જેમાં સારા સમયની સાથે પડકારજનક સમયનો પણ સામનો કરવો પડ્યો છે. તેમણે છેલ્લા આઠ મહિનામાં સભ્યો સાથે આત્મીયતા કેળવાઈ હોવાનું જણાવતા કેટલાક સભ્યોની કામગીરીની પ્રશંસા કરી હતી. ઠાકરે ખાસ નોંધ્યું હતું કે કેટલાક સભ્યો GEB સહિતના પ્રશ્નોમાં ત્વરિત નિરાકરણ લાવતા હતા, જ્યારે જવાબદાર અને લાગણીશીલ કાર્યકર તરીકે કેટલાંક સભ્યો 108 ની ભૂમિકા ભજવતા હતા. વહીવટી પડકારો અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ઘણી વખત કામ કરવામાં બિનજરૂરી અવરોધો ઊભા કરવામાં આવતા હતા. કેટલાક કિસ્સામાં કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મુલતવી રાખવા કે કારોબારીમાં ફાઈલો રોકી રાખી સામાન્ય સભા સુધી ન પહોંચવા દેવા જેવા પ્રયાસો થતા હતા.આના કારણે જનતામાં એવી છાપ પડતી હતી કે પાલિકા કામ નથી કરતી અને ઘણીવાર સ્ટાફે લોકોનો રોષ પણ સહન કરવો પડતો હતો.જોકે, તેમણે ઉમેર્યું હતું કે મંચ પર ઉપસ્થિત મેમ્બરોના સહયોગથી એક નવી સિસ્ટમ બનાવી આ પડકારોને પાર કરવામાં આવ્યા છે. નગરપાલિકાની મુદત પૂર્ણ થતા હવે આગામી સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે, જેને લઈને શહેરમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે.    

સંબંધિત સમાચાર