રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા14 જુલાઈ, 2025| Super Admin

રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો; મહેસાણામાંથી નકલી IAS અધિકારી ઝડપાયો

રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો; મહેસાણામાંથી નકલી IAS અધિકારી ઝડપાયો

રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણામાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. સુરતના પિતા-પુત્રએ વિસનગરના કાંસા ગામના હોટેલ માલિક સાથે વિશ્વાસઘાત કરી રૂ.21.65 લાખ પડાવ્યા બાદ એક શખ્સે પોતાને આઈએએસ અધિકારી બતાવી રૂ.79 હજારની છેતરપિંડી કરનાર ઋષભ રેડી નામના ગઠિયાને પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં અર્પિત પિયુષભાઈ શાહ અને ઋષભ રેડી એક જ માણસ હોવાનું જાણવા મળ્યું છે. ઋષભ અગાઉ ચેક રિટર્નના ગુનામાં જેલમાં જઈ આવ્યો છે. કાંસાના દિનેશભાઈ પટેલની હોટેલમાં વર્ષ 2024માં સુરતના જયંતિભાઈ હરગોવનભાઈ પટેલ પરિવાર સાથે રોકાયા હતા. ત્યારે થયેલી ઓળખાણ બાદ વારંવાર મુલાકાતો થતી હતી. દિનેશભાઈનો જયંતિભાઇના દીકરા કૌશિક સાથે પણ પરિચય થયો હતો. બંને પિતા-પુત્રએ પોતે પણ કન્સ્ટ્રક્શનના ધંધામાં છે અને ઇન્કમટેક્ષની રેડ પડતાં વકીલને આપવા પૈસાની જરૂર હોવાનું કહી મદદ માગતાં દિનેશભાઈએ ટુકડે ટુકડે રૂ.21.65 લાખ આપ્યા હતા. ઉઘરાણી કરતાં પિતા-પુત્રએ ગાંધીનગર સચિવાલયમાં આઈએએસ ઋષભ રેડ્ડી મદદ કરશે તેમ કહી ફોન પર વાત કરાવી હતી. ઋષભે પોતાને આઈએએસ બતાવી કેસ જીતી જઈશું અને પૈસા પરત મળશે એમ કહ્યું હતું. પરંતુ પૈસા મળ્યા ન હતા. દરમિયાન, પિતા-પુત્રે અર્પિત પિયુષભાઈ શાહને ભાગીદાર બતાવી આપેલો 25 લાખનો ચેક પણ સ્ટોપ પેમેન્ટ કરાવ્યો હતો. 19 લાખનો ચેક પણ અપૂરતા ભંડોળના કારણે પરત થયો હતો. આથી દિનેશભાઇએ કડક ઉઘરાણી કરતાં તેમણે જાનથી મારી નાખવાની અને ઋષભે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, રૂ.79 હજાર પડાવ્યા હતા. આખરે દિનેશભાઈ પટેલે વિસનગર શહેર પોલીસ મથકે સુરતના જયંતિ હરગોવનભાઈ પટેલ અને કૌશિક જયંતિભાઈ પટેલ, અમદાવાદના અર્પિત પિયુષભાઈ શાહ તેમજ ઋષભ રેડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઈએએસ તરીકેની ઓળખ આપનાર ઋષભ રેડીને પોલીસે અમદાવાદથી ઝડપી લીધો છે.

સંબંધિત સમાચાર