રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

આવતીકાલે ચૂંટણી: ડીસા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પર સૌની નજર

આવતીકાલે ચૂંટણી: ડીસા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પર સૌની નજર

ડીસા નગરપાલિકાની ગત તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયેલા સદસ્યોની જાહેરાત બાદ, હવે પાલિકાના વહીવટનું સુકાન સોંપવા માટેની પ્રક્રિયા તેજ બની છે. પાલિકાના પ્રથમ અઢી વર્ષની મુદત માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે આજે 19 મેના રોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.​જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, ડીસા પાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.​ ડીસા નગરપાલિકાના પ્રમુખનો હોદ્દો પ્રથમ અઢી વર્ષની મુદત માટે 'એસસી' (અનુસૂચિત જાતિ) કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યો છે. આ બેઠકમાં પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે પણ સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા યોજાશે.

​નગરપાલિકાના તમામ નવનિયુક્ત સદસ્યને આ મહત્વપૂર્ણ બેઠકમાં સમયસર હાજર રહેવા માટે સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. ​ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને પાલિકાના નવા પ્રમુખનો ‘તાજ’ કોના શિરે જશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર