રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

ઊંઝા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

પ્રમુખ તરીકે ક્રીમાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અતુલ નાયકની વરણી

ઊંઝા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી લઈ આજે સવારે 11 કલાકે પાલિકાનાં સભાખંડમાં પ્રથમ સામાન્ય સભાનુ આયોજન પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ક્રીમાબેન ઉમંગભાઈ પટેલ મિલન અને ઉપપ્રમુખ તરીકે અતુલભાઈ છનાભાઈ નાયક સર્વાનુમતે ની વરણી કરવામાં આવી છે જેને લઈ પાલિકાના કોર્પોરેટર અને શુભેરછકો દ્રારા શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી લઈ તેમના સમર્થકો દ્વારા ભવ્ય આતશબાજી કરાઈ હતી.

 ઊંઝા નગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ પદ માટે સામાન્ય સ્ત્રી બેઠક છે ત્યારે આજે યોજાયેલ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે વોર્ડ નંબર 8 માંથી બિનહરિફ વિજયી બનેલ ક્રીમાબેન ઉમંગભાઈ પટેલ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 1 બિનહરિફ વિજયી ઉમેદવાર અતુલભાઈ છનાભાઈ નાયક વરણી કરવામાં આવી છે આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે અનિતાબેન પ્રજાપતિ, પક્ષના નેતા તરીકે રોનકભાઇ સુથાર અને દંડક તરીકે વિષ્ણુભાઈ નાયી વરણી કરવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha Municipality

સંબંધિત સમાચાર