રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામ તાલુકાના ઘોડિયાલમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

વડગામ તાલુકાના ઘોડિયાલમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વડગામ પોલીસે ઘોડીયાલ ગામમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 8 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ દાંતા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા અને વડગામના પોલીસ ઈન્સપેકટર એન.એમ.સોલંકીની ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસને બાતમીના આધારે પસાભાઈ પ્રજાપતિના ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન રોકડ રૂ.15,110, પાંચ મોબાઈલ ફોન અને બે મોટરસાઈકલ મળી કુલ રૂ.57,610નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ વિસ્તારમાં ગંજીપાના, ઘાણી-પાસા, ક્રિકેટ સટ્ટો અને વરલી મટકા જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર