રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

નશા મુક્ત બનાસકાંઠા અભિયાન: પાલનપુરમાં SOGએ ₹12 લાખનો ગાંજો ઝડપી પાડી મોટું નેટવર્ક એક્સપોઝ કર્યું

નશા મુક્ત બનાસકાંઠા અભિયાન: પાલનપુરમાં SOGએ ₹12 લાખનો ગાંજો ઝડપી પાડી મોટું નેટવર્ક એક્સપોઝ કર્યું

પોલીસની કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નશાના સોદાગરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. પાલનપુરના માનસરોવર ફાટક નજીક એક રહેણાંક મકાનમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડયા હતા. રહેણાંક વિસ્તારની વચ્ચે ચાલતા આ કાળા કારોબારનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માનસરોવર ફાટક પાસે રહેતો મૂલચંદ કેશાભાઈ સલાટ નામનો શખ્સ પોતાના ઘરે ગાંજાનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી મૂલચંદને રંગેહાથ દબોચી લીધો હતો. આરોપી પોતાના જ ઘરમાંથી નશાનો આ વેપલો ચલાવતો હતો, જેની જાણ આસપાસના લોકોને પણ નહોતી. દરમિયાન પોલીસને મકાનમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં કુલ ૨૪.૭૧૩ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ.૧૨.૩૫ લાખ થાય છે. 

આ ઉપરાંત પોલીસે રોકડ રકમ અને અન્ય સાધનો મળી કુલ રૂ.૧૨.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલી મોટી માત્રામાં જથ્થો પકડાવો એ જિલ્લામાં નશાબંધી અભિયાન માટે મોટી સફળતા માનવામાં આવે છે.આરોપી મૂલચંદ સલાટ વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાયદો નશીલા પદાર્થોના હેરાફેરી અને વેચાણ રોકવા માટે અત્યંત કડક જોગવાઈઓ ધરાવે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર