રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા થી ગવાડી જવાના માર્ગ પર ગટરો ના ઢાંકણા તૂટી જવાથી વાહન ચાલકો પરેશાન

ડીસા થી ગવાડી જવાના માર્ગ પર ગટરો ના ઢાંકણા તૂટી જવાથી વાહન ચાલકો પરેશાન

ડીસા થી ગવાડીજવાના માર્ગ પર ઠેક ઠેકાણે ભૂગર્ભ ગટરો ના ઢાંકણા તૂટી જવાથી વાહન ચાલકો પરેશાન છે. આ અંગે નગરપાલિકા માં અનેક વાર સ્થાનિક રહીશ એ રજૂઆત કરેલ પરંતુ નગરપાલિકા દ્વારા હોતી હૈ અને ચાલતી હૈ ની નીતિ અપનાવતા સ્થાનિક રહીશોએ નગરપાલિકા સામે રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો હતો જાહેર રોડ હોવાથી દિવસ માં હજજારો ની સંખ્યામાં વાહન ચાલકોની અવર જવર રહે છે અને કેટલીય વાર એક્ટિવા તથા રીક્ષા ચાલકો પલટી ખાવાથી ઇજા ગ્રસ્ત થયા છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જાણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ અંગે નવીન આવેલ ચીફ ઓફિસર દેસાઈ સાહેબ તાત્કાલિક મુલાકાત લઈ ગવાડી માં ઠેક ઠેકાણે તૂટેલા ઢાંકણા બદલવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી હતી. નગરપાલિકા દ્વારા દરેક વેરા વસૂલ કરવામાં આવે છે પરંતુ સુવિધા કેમ આપવામાં આવતી નથી નગરપાલિકા પ્રમુખ તાત્કાલિક ગવાડી માં તૂટેલા ઢાંકણા બદલી લોકોને પડતી તકલીફ દૂર કરે તેવી માંગ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર