રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

દ્રષ્ટિ આંખની હોસ્પિટલ, થરાદ દ્વારા ટડાવ ગામમાં 517 જેટલા લોકોનું મફત આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયું

દ્રષ્ટિ આંખની હોસ્પિટલ, થરાદ દ્વારા ટડાવ ગામમાં 517 જેટલા લોકોનું મફત આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયું

દ્રષ્ટિ આંખની હોસ્પિટલ, થરાદ દ્વારા Project DHV અંતર્ગત 250 જેટલા શાળાના બાળકો સહિત આખું ગામ લાભાર્થી બન્યું અને બધાનું  મફત ચેકઅપ કરવામાં આવ્યું. ટડાવ ગામમાં દ્રષ્ટિ આંખની હોસ્પિટલ, થરાદ દ્વારા Project DHV અંતર્ગત મફત આંખોની અને સામાન્ય આરોગ્ય ચકાસણી શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ ટડાવ ગામની શાળામાં યોજાયો હતો, જેમાં ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ શિબિરમાં કુલ 517 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક આંખનું અને શરીરના રોગો નુંચેકઅપ કરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવાઓ, આંખોના ટીપાં તેમજ મફત માં ચશ્મા વિતરણ કરવામાં આવ્યા. ખાસ કરીને ટડાવ શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓની પણ આંખોની નિઃશુલ્ક ચકાસણી કરવામાં આવી, જેમાં જરૂરિયાતમંદ બાળકોને દવા નાંખીને ચશ્માંના નંબર ની તપાસણી કરવામાં આવી. આ કેમ્પ દ્રષ્ટિ આંખની હોસ્પિટલ થરાદ ના ડૉ. આનંદ પુરોહિત અને ડૉ. નૌશિન શેખ તેમજ તેમના સહયોગી મિત્રો તથા હોસ્પિટલના સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રકારના કેમ્પો દ્વારા ગામડાઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવી અને જરૂરિયાતમંદ લોકોને યોગ્ય સારવાર સુલભ કરાવવાનો ઉદ્દેશ સફળ રીતે પૂર્ણ થયો. ગામના લોકો અને શાળા તરફથી આ કેમ્પ માટે ટીમનો ખુબ આનંદપૂર્વક આભાર માનવામાં આવ્યો.

સંબંધિત સમાચાર