રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

કલેક્ટર કચેરીમાં જ 'દારૂબંધી' લાજી: પાલનપુરમાં નશામાં ધૂત યુવકે મચાવ્યો હોબાળો

કલેક્ટર કચેરીમાં જ 'દારૂબંધી' લાજી: પાલનપુરમાં નશામાં ધૂત યુવકે મચાવ્યો હોબાળો

હપ્તાના હડમાલામાં વ્યસ્ત પોલીસ પર આક્ષેપો

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં દારૂબંધીના કડક અમલની ગુલબાંગો વચ્ચે જિલ્લા કલેકટર કચેરીના પરિસરમાં જ દારૂબંધી ના લીરેલીરા ઉડાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પાલનપુર કલેક્ટર કચેરીના પરિસરમાં જ એક યુવક દારૂના નશામાં મદમસ્ત હાલતમાં હંગામો મચાવતા જોવા મળ્યો હતો.

નશામાં ચકચૂર બનેલા યુવકે જાહેરમાં લવારી કરતા દાવો કર્યો હતો કે, પાલનપુર શહેર અને પંથકમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં, યુવકે પોલીસ હપ્તા લેતી હોઈ દારૂ વેચાતો હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. યુવકે વધુમાં જણાવ્યું કે “દારૂ સરળતાથી મળે છે એટલે જ પીવું છું,” અને નવા બસ સ્ટેન્ડ નજીકથી દારૂ પીધો હોવાનો એકરાર પણ કર્યો હતો. નશાની હાલતમાં યુવક બેફામ વાણી વિલાસ કરતો જોવા મળ્યો હતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે પણ અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં કલેક્ટર કચેરી જેવી સુરક્ષિત જગ્યા પર નશાખોર યુવક પહોંચતા સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ સવાલો ઊભા થયા છે. સ્થળ પર હાજર મહિલા હોમગાર્ડઝ યુવકને કાબૂમાં લેવામાં લાચાર બન્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને નશાખોર યુવકને લઈ ગઈ હતી. ડીએસપી કચેરી નજીક કલેકટર કચેરીના પરિસરમાં બનેલા આ બનાવે પાલનપુરમાં દારૂબંધીના અમલ અને કાયદો-વ્યવસ્થા ની સ્થિતિ સામે સવાલો ખડા કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર