રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!

ઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!

ઉદયપુર ખાતે આયોજિત વેદાંતા ઝિંક સિટી હાફ મેરેથોનમાં ડોકરા રનિંગ ક્લબનો દબદબો જોવા મળ્યો હતો. દેશભરમાંથી વિવિધ રનિંગ ક્લબના સભ્યો સાથે યોજાયેલી આ મેરેથોનમાં ડોકરા રનિંગ ક્લબના 300થી વધુ રનર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

મેરેથોનમાં 5 કિમી, 10 કિમી અને 21 કિમીની કેટેગરીમાં ડોકરા રનર્સે ભાગ લીધો હતો. તમામ રનર્સે નિર્ધારિત સમયમર્યાદામાં દોડ પૂર્ણ કરી મેડલ મેળવી ક્લબનું ગૌરવ વધાર્યું હતું. મેરેથોનમાં ડોકરા રનિંગ ક્લબના ત્રણ રનર્સે પોતાની એજ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી પોડિયમ ફર્સ્ટ હાંસલ કર્યું હતું. ગીતાબેન પટેલ 10 કિલોમીટર વુમન્સ પ્રથમ સ્થાન અશોકભાઈ વ્યાસ મેન્સ એજ કેટેગરીમાં પ્રથમ સ્થાન અને કૌશિકભાઈ પટેલ, અમદાવાદ એજ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ ઉપરાંત ડીસાના શશીકાંતભાઈ શાહે 10 કિમી દોડમાં પોતાની એજ કેટેગરીમાં તૃતીય ક્રમ હાંસલ કરી ડોકરા રનિંગ ક્લબનું ગૌરવ વધાર્યું હતું.

ડીસા ડોકરા રનિંગ ક્લબના કોચ અરવિંદ ગેહલોતે 21 કિમી દોડમાં 2 કલાક અને 5 મિનિટમાં પેસરની ભૂમિકા ભજવી હતી. જ્યારે પાલનપુરના વિપુલ પ્રજાપતિએ 2 કિમીમાં પેસરની ભૂમિકા ભજવી હતી.સાથે સાથે ડોકરા રનિંગ ક્લબના 50 થી વધુ રનર્સે આશરે 2 કલાકની આસપાસ 21 કિમી દોડ પૂર્ણ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ અંગે ડોકરા રનિંગ ક્લબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “ડોકરા રનિંગ ક્લબના સભ્યો માટે આ મેરેથોન ખૂબ જ ખાસ રહી હતી. સૌથી આનંદની વાત એ છે કે પ્રેક્ટિસ દરમિયાન જે રનર્સનો સમય વધુ હતો, તેમના મેરેથોનના સમયમાં 15થી 20 મિનિટ સુધીનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ સફળતા રનર્સની સતત મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને ટીમવર્કનું પરિણામ છે.” ઉદયપુર મેરેથોનમાં ડોકરા રનિંગ ક્લબના 300થી વધુ રનર્સની એકસાથે હાજરીએ સમગ્ર ડોકરા પરિવારની એકતા, ઉત્સાહ અને રનિંગ પ્રત્યેના જુસ્સાનું અનોખું દ્રશ્ય ઊભું કર્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર