બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

સુજલામ સુફલામ્ જળ અભિયાન કેચ ધ રેઇન ૨.૦ અંતર્ગત કુલ રૂ. ૩૦૬૦.૬૨ લાખના ૨૧૨૦ કામો મંજૂર કરાયા
સુજલામ સુફલામ્ જળ અભિયાન કેચ ધ રેઇન ૨.૦- ૨૦૨૫ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,પાલનપુર ખાતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં જળસંપત્તિ વિભાગના કુલ ૭૩૦.૨૯ લાખના ખર્ચે કુલ ૮૨ કામો કરવામાં આવેલ જેનો સરકારી ખર્ચ ૩૯૧.૬૧ લાખ રૂપિયા થાય છે. તથા ગ્રામ વિકાસ એજન્સીના કુલ ૧૬૩૭ કામો, વન વિભાગના કુલ ૫૧ કામો, વોટર સેડ વિભાગના કુલ ૪ કામો, સ.સ.ન.નિ.લી. વિભાગના કુલ ૧૧ કામો, નગરપાલિકાના કુલ ૨૨ કામો, જળસંપત્તિ વિભાગના કુલ ૧૬૭ કામો, પાણી પુરવઠા વિભાગના કુલ ૧૪૬ કામો આમ કુલ મળી રૂ. ૨૩૩૦.૩૩ લાખના ૨૦૩૮ કામો વિભાગીય રીતે પૂર્ણ થયેલ છે. આમ કુલ રૂ.૩૦૬૦.૬૨ લાખ ના ૨૧૨૦ કામો જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા મંજુર કરાયા હતા. આ બેઠકમાં વિવિધ વિભાગના નોડલ અને લાયઝન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Mihir Patel#Palanpur Collector Office#Banaskantha District#Sujalam Suflam Jal Abhiyan#Water Resources Department#Rural Development Agency#Catch the Rain 2.0#Forest Department Projects
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
20 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
