રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જિલ્લા વિહવટી તંત્રએ મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કર્યું: પોલિંગ તથા પોલીસ સ્ટાફની ઉમદા કામગીરી

જિલ્લા વિહવટી તંત્રએ મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કર્યું: પોલિંગ તથા પોલીસ સ્ટાફની ઉમદા કામગીરી
અમદાવાદ હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા મોહિત જોશીએ પોતાના વતન રાણપુર ખાતે આવીને ફરજના ભાગરૂપે મતાધિકારનો ઉપયોગ કર્યો ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ૩૨૨ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ૩૨૨ પંચાયત પૈકી ૩૦૩ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૧૯ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે. વહેલી સવારે ૭ વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ખાતે મોહિત જોશીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જણાવ્યું કે, તેઓ અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે તથા પોતાની ફરજના ભાગરૂપે આજે તેઓ મતદાન કરવા પોતાના ગામ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, અમારા ગામનું કુલ ૨૬૪૭નું વોટિંગ છે. જિલ્લા વિહવટી તંત્ર દ્વારા મતદાન માટે શ્રેષ્ઠ આયોજન કરાયું છે તથા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. પોલિંગ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. રાણપુર ઉગમણા વાસના રહેવાસી મીતાબેન જોશીએ લોકશાહીના પર્વમાં ગામના તમામ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન એ આપણો હક અને અધિકાર છે. આપણા હકનો આપણે ઉપયોગ કરવો તે દરેક નાગરિકની ફરજ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર