રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસા ઉત્તર પોલીસે ચોરી અને દારૂના ગુનામાં નાસતા- ફરતા આરોપીઓ ઝડપ્યા

ડીસા ઉત્તર પોલીસે ચોરી અને દારૂના ગુનામાં નાસતા- ફરતા આરોપીઓ ઝડપ્યા
ડીસા શહેર ઉત્તર પોલીસે ચાર મહીના અગાઉ દાખલ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના આરોપીને અને એક અન્ય પ્રોહીબેશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પોલિસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન હ્યુમન સોર્સના આધારે મળેલ માહીતીના આધારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં-૩૭૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ ૩૦૩ (૨),૫૪ મુજબના ગુનાના આરોપી- સોનુ રામદાસ રાઠોડ (ઉ.વ-૨૫, ધંધો-પકોડીની લારી, હાલ રહે.પાટણ શીતળામાતા ચોકડી પાસે જી.જે.અપાર્ટમેન્ટ જશીબેન ઠાકોરના મકાનમા ભાડેથી તા.જી.પાટણ.મુળ રહે.ગામ સિરસા તા.સેવડા,જીલ્લો-દતીયા મધ્યપ્રદેશ) ને ડીસા મુકામેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે અન્ય એક પ્રોહીબેશનના ગુનાના આરોપીને શોધવા ઉત્તર પોલીસના માણસો સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ માહિતી કે પ્રોહિબીશન ગુનાન કામે વોરંટના આધારે નાસતા ફરતા આરોપી ભેરારામ ફગલું રામ વિશ્ર્નોઈ (રહે.થલીકા બેરા દિગાવ કરડા તા.રાણી વાડા જી ઝાલોર રાજસ્થાન) ને ગુનાના કામમાં અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

સંબંધિત સમાચાર