રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તા. પંચાયત: ઉષાબેન ડાભી પ્રમુખ અને મંજુલાબા વાઘેલા ઉપપ્રમુખ બન્યા

ડીસા તા. પંચાયત: ઉષાબેન ડાભી પ્રમુખ અને મંજુલાબા વાઘેલા ઉપપ્રમુખ બન્યા

ઝેરડા અને ભડથ સીટના મહિલા પ્રતિનિધિઓની પસંદગી થતાં સમર્થકોમાં ભારે ઉત્સાહ

ડીસા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી છે. જેમાં તાલુકા પંચાયતના સર્વોચ્ચ પ્રમુખ પદ માટે ઝેરડા સીટના જાગૃત અને સક્રિય મહિલા પ્રતિનિધિ ઉષાબેન શ્રવણભાઈ ડાભી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જ્યારે ઉપ પ્રમુખ તરીકે ભડથ સીટના મહિલા અગ્રણી મંજુલાબા  સ્વરૂપજી વાઘેલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.​   

ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત ખાસ બેઠકમાં બંને હોદ્દેદારોની નિયમાનુસાર પસંદગી થતાં જ કચેરી પરિસર 'ભારત માતા કી જય' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. વરણી જાહેર થતાં જ ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી તેમજ મોં મીઠું કરાવીને ઉત્સાહભેર વધાવી લીધા હતા."તાલુકાના અંતરિયાળ ગામડાઓ સુધી રોડ, રસ્તા, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ સત્વરે પહોંચાડવી તેમજ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી વિકાસના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે."​તેમ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું.ચૂંટણી અધિકારી અને પાલનપુરના નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) એ. જે. રાજપરાની ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 

જેમાં ભાજપનો મેન્ડેટ લઈને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમુદબેન જોશી આવ્યા હતા અને ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ૨૫ સભ્યો અને કોંગ્રેસના ૧૩ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ભાજપની બહુમતી હોઈ પ્રમુખ અને ઉપપ્રમુખના બને હોદેદારો ભાજપના વરણી કરવામાં  આવી હતી.આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ટીડીઓ આનંદભાઈ ચૌધરી તથા ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલભાઈ બારોટની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ​ડીસા તાલુકા પંચાયત ખાતે સત્તાના આ સુકાન સોંપણી કાર્યક્રમ પ્રસંગે ડીસા પંથકના વરિષ્ઠ રાજકીય અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ બંને મહિલા શક્તિઓને આગામી સમયમાં તાલુકાના સાર્વત્રિક વિકાસ માટે નવી ઇનિંગની સફળતાપૂર્વક શરૂઆત કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa#Taluka Panchayat

સંબંધિત સમાચાર