ડીસા રૂરલ પોલીસે ઝેરડા પાસેથી વિદેશી દારૂ ભરેલું આઇસર ઝડપ્યું : 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગાજરના કટ્ટાની આડમાં લઈ જવાતો 84 લાખનો દારૂ ઝડપાયો
રાજસ્થાની ચાલકની ધરપકડ, હરિયાણાના બુટલેગરનું નામ ખુલ્યું
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઝેરડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ગાજરના કટ્ટાની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1,00,06,200 (એક કરોડ છ હજાર બસો) નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખીમ્મત-વિઠોદર તરફથી એક આઇસર ટ્રક (નંબર HR-57-A-7774) ગાજરના કટ્ટાની આડમાં વિદેશી દારૂ ભરીને ઝેરડા તરફ આવી રહી છે. બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને કોર્ડન કરી રોકી હતી. તપાસ કરતા ઉપર ગાજરના કટ્ટા હતા અને તેની નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી.પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 10,164 બોટલ (૫૩૨ પેટી) દારૂ ઝડપ્યો હતો, જેની કિંમત 84,01,200 થાય છે. આ ઉપરાંત 16 લાખની કિંમતનું આઇસર વાહન અને મોબાઈલ ફોન મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી આઇસર ચાલક અશોકકુમાર કાશીરામ ખાતી (રહે. સોનડી, તા. નોહર, જી. હનુમાનગઢ, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાના સીરસાના બુટલેગર ભીમ ઉર્ફે મોનું સારણ ના કહેવાથી લોકેશન મુજબ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. પકડાયેલ આરોપી અશોકકુમાર અગાઉ પણ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.ડીસા રૂરલ પોલીસે આ મામલે ગુજરાત પ્રોહીબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર બુટલેગર ભીમ ઉર્ફે મોનું સારણ અને માલ મંગાવનાર અજાણ્યા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#liquor#Investigation#Patrolling#Information#Zerda#Disa Rural Police#1 crore#Tharad police station
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ૨૦ થી ૨૫ લાખનું નુકસાન
19 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા
2 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા
2 દિવસ પહેલા
