રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા પાલિકાને મળ્યા નવા સુકાની: કૌશિક સાધુના શિરે પ્રમુખપદ, પલ્લવીબેન જોશી ઉપપ્રમુખ

ડીસા પાલિકાને મળ્યા નવા સુકાની: કૌશિક સાધુના શિરે પ્રમુખપદ, પલ્લવીબેન જોશી ઉપપ્રમુખ

  ડીસામાં નાયબ કલેકટર કિશનદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલ  ચૂંટણી પ્રક્રિયામાં પક્ષના મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર નગરપાલિકાના પ્રમુખ તરીકે કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી પલ્લવીબેન કનુભાઈ જોશી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

​નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી, મોં મીઠા કરાવીને આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.​ નગરપાલિકાના વહીવટને વધુ વેગવંતો બનાવવા માટે અન્ય મહત્વના પદો પર પણ અનુભવી અને સક્રિય સદસ્યોની નિમણૂક કરવામાં આવી છે.  જેમાં કારોબારી ચેરમેન તરીકે  પરેશભાઈ લીંબુવાલા​,શાસક પક્ષના નેતા તરીકે  શૈલેષભાઈ રાયગોર તેમજ ​દંડક તરીકે  કિરણબેન રણજીતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી. ​

નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશીએ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, "અમારા પર મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું. આગામી સમયમાં ડીસા શહેરના રોડ-રસ્તા, પાણી, સફાઈ અને લાઈટ જેવા પ્રજાભિમુખ કાર્યોને પ્રાથમિકતા આપીને વિકાસના કામો ઝડપથી આગળ ધપાવવામાં આવશે."​કારોબારી ચેરમેન પરેશભાઈ લીંબુવાલા અને શાસક પક્ષના નેતા  શૈલેષભાઈ રાયગોરે પણ નગરપાલિકાની સમગ્ર ટીમ સાથે મળીને એકજુથતાથી શહેરના હિતમાં કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી.​આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર