રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા હનીટ્રેપ કેસ: આખરે મુખ્ય સૂત્રધાર યુવતી ઝડપાઈ

ડીસા હનીટ્રેપ કેસ: આખરે મુખ્ય સૂત્રધાર યુવતી ઝડપાઈ

રાજસ્થાનના ગંગાનગરથી ગઢ પોલીસે કરી ધરપકડ:બે દિવસના રિમાન્ડ મંજૂર

ડીસામાં ચર્ચાસ્પદ બનેલા હની ટ્રેપ કેસમાં ગઢ પોલીસને મહત્વની સફળતા મળી છે. ભોગ બનનાર ખેડૂતને પોતાની જાળમાં ફસાવનાર અને સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર મનાતી કિરણ નામની યુવતીને પોલીસે ઝડપી લઈ તેના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ગઢ પોલીસની ટીમે રાજસ્થાનના ગંગાનગર ખાતે ઓપરેશન હાથ ધરી યુવતીની ધરપકડ કરી હતી. આરોપી યુવતી લાંબા સમયથી ફરાર હતી અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. કેસના મૂળ સુધી પહોંચવા તેમજ સમગ્ર ષડયંત્ર અંગે વધુ માહિતી મેળવવા પોલીસે આરોપી યુવતીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દરમિયાન ઓળખ પરેડની કાર્યવાહી માટે આરોપી યુવતીને મામલતદાર સમક્ષ પણ રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને ગઢ પોલીસ અગાઉ જ ઝડપી ચૂકી છે. તમામ આરોપીઓ હાલ જેલમાં બંધ છે. મુખ્ય સૂત્રધાર યુવતીની ધરપકડ બાદ હવે પોલીસને કેસમાં વધુ મહત્વની કડીઓ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

. યુવતીની ધરપકડના ઘટનાક્રમ પર એક નજર

ડીસાના હનીટ્રેપ કેસમાં મુખ્ય સૂત્રધાર યુવતી ઝડપાઈ

રાજસ્થાનના ગંગાનગરથી ગઢ પોલીસે કરી ધરપકડ

આરોપી કિરણ નામની યુવતી ના બે દિવસના રિમાન્ડ મંજૂર

ઓળખ પરેડ માટે મામલતદાર સમક્ષ રજૂઆત

કેસના અન્ય ચાર આરોપીઓ અગાઉથી જેલમાં

 પોલીસ તપાસનો ધમધમાટ

હનીટ્રેપના સમગ્ર ષડયંત્રની તપાસ

અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા

આર્થિક લેવડદેવડ અને બ્લેકમેઇલિંગના પાસાઓની તપાસ

ભોગ બનનાર ખેડૂત પાસેથી મેળવાયેલા પુરાવાની ચકાસણી

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર