રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 માર્ચ, 2026| Super Admin

ડીસા કોર્ટનો ચુકાદો : બટાટા વેપારના રૂ. 9.44 લાખના વ્યવહારમાં ‌ચેક બાઉન્સ કેસમાં આરોપીને એક વર્ષની કેદ

ડીસા કોર્ટનો ચુકાદો : બટાટા વેપારના રૂ. 9.44 લાખના વ્યવહારમાં ‌ચેક બાઉન્સ કેસમાં આરોપીને એક વર્ષની કેદ
બે મહિનામાં રકમ ચૂકવવાનો આદેશ, નહીં ચુકવે તો વધારાની 6 મહિના કેદ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ચેક બાઉન્સ મામલે અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ડીસા તાલુકાના મહે. એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મહિરશાદ નૌશાદહુસૈન સૈયદની અદાલતે આરોપી અશોકકુમાર ભેરાજી સોલંકીને ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 ની કલમ 138 હેઠળ દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીને ફરિયાદીને રૂ. 9,44,390 વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કેસની હકીકત મુજબ ફરિયાદી મંગળજી ભુરાજી સાંખલા, રહે વડાવળ (ગોગાઢાંણી), તાલુકો ડીસા, બટાટાનો વેપાર કરે છે. આરોપી અશોકકુમાર સોલંકી સાથે તેમના વેપારી સંબંધો હતા અને આરોપી તેમની પેઢીમાંથી બટાટાનો માલ બાકી માં ખરીદતો હતો. ફેબ્રુઆરી 2022 દરમિયાન વિવિધ બિલો મુજબ આરોપીએ ફરિયાદી પાસેથી કુલ રૂ. 9,44,390 નો બટાટાનો માલ ખરીદ્યો હતો. ફરિયાદીએ આ રકમની ઉઘરાણી કરતાં આરોપીએ ચુકવણી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હાઈવે રોડ ડીસા શાખાનો ચેક નં. 578400, તા. 3 જાન્યુઆરી 2023 ના રોજ આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક બેંક ઓફ બરોડા, ડીસા શાખામાં જમા કરાવતા ચેક તા. 5 જાન્યુઆરી 2023ના રોજ “Account Closed”ના શેરા સાથે વણ ચુકવાયેલ પરત આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આરોપીને તા. 30 જાન્યુઆરી 2023ના રોજ કાનૂની નોટિસ મોકલી હતી, જે તા. 3 ફેબ્રુઆરી 2023ના રોજ આરોપીને મળી હતી. છતાં નિર્ધારિત 15 દિવસની અંદર આરોપીએ ચેકની રકમ ચૂકવી નહોતી. પરિણામે ફરિયાદીએ અદાલતમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આરોપીએ બચાવ તરીકે દલીલ કરી હતી કે વર્ષ 2014માં લીધેલા રૂ. 3.50 લાખના કરજ માટે સિક્યોરિટી રૂપે ચેક આપ્યો હતો અને તે રકમ વ્યાજ સહિત પરત કરી દીધી હોવા છતાં ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ દલીલને સમર્થન આપતા કોઈ પુરાવા આરોપી રજૂ કરી શક્યો નહોતો. અદાલતે તમામ પુરાવા અને કાયદાકીય જોગવાઈઓનું મૂલ્યાંકન કરી આરોપીને દોષિત ઠરાવ્યો હતો. અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે તેમજ બે મહિનાની અંદર ફરિયાદીને રૂ. 9,44,390 વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આ રકમ નિર્ધારિત સમયગાળામાં ચૂકવવામાં નહીં આવે તો આરોપીને વધારાની 6 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે.    

સંબંધિત સમાચાર