રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરા ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

ધાનેરા ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

ધાનેરામાં વેરાઈ ઈલેક્ટ્રીક એન્ડ એસેસરીઝ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં કુલ ₹૧૦,૪૫૦/- ની કિંમતના સામાન અને રોકડની ચોરી થઈ હતી. ચોરીનો આ બનાવ ૩૦ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બુધવારે, વહેલી સવારે ૧ થી ૩ વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદી હરીભાઈ ભરતભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તેમના ભાગીદાર શામળાભાઈ પ્રજાપતિનો ફોન આવ્યો હતો, જેમણે જણાવ્યું કે દુકાનના ઉપરના ભાગેથી સિમેન્ટનું પતરું ખોલીને ચોરી થઈ છે. દુકાનમાંથી બોલેરો ગાડીની એક ટેપ (કિંમત ₹૧,૮૦૦), એક મોટા પેટી સ્પીકર (કિંમત ₹૭,૦૦૦), બે ડીસી પંખા (કિંમત ₹૮૦૦), અને આશરે ₹૮૫૦ રોકડાની ચોરી થઈ હતી. ફરિયાદીના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. પોલીસને આ ચોરીની જાણ ૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ થઈ હતી. ફરિયાદ નોંધાવવા સમયે, ફરિયાદીને જાણવા મળ્યું કે ધાનેરા પોલીસે રાજેશભાઇ ઉર્ફે રાજુ વાલજીભાઇ ઠાકોર નામના એક શખ્સની ધરપકડ કરી છે, જેણે આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રાજેશ ઠાકોર જલોયા ગામ, સુઇગામ તાલુકા, બનાસકાંઠા જિલ્લાનો રહેવાસી છે. પોલીસે રાજેશ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર