રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરા પોલીસે સોલાર પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી કરનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

ધાનેરા પોલીસે સોલાર પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી કરનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા
ધાનેરા તાલુકાના દેઢા (જાયડી-3) મુકામે આવેલી આદિત્ય બિરલા કંપનીના સોલાર પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી થયેલા ગુનાના ભેદ ધાનેરા પોલીસે ઉકાલી લીધો હતો. બાતમીના આધારે પોલીસે ગતરાત્રીના કાળજી પૂર્વકની કાર્યવાહી કરતાં કેબલ કાપવાના સાધનો સાથે કેબલ ચોરી કરનારા પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે ચોરીના કેબલ તથા કેમ્પર ગાડી મળી કુલ. છ લાખ સત્તર હજારના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, સોલાર પ્રોજેક્ટમાંથી સોલાર કેબલ, ઉપરાંત કેબલ ડોપર (તાપણું), કાપવાના સાધનોની આરોપીઓ કેબલ ચોરી કરીને વેચાણની તૈયારીમાં હતા. ત્યારે ધાનેરા પોલીસે તેમને ઝડપ્યા હતા. પકડાયેલા આરોપીઓ વિપુલ રમેશ રાવણા રાજપુત (રેહ. રણોદર, ચીતલવાસણા, રાજસ્થાન) રમેશ વેના. રાજપુત (રેહ. રાજસ્થાન) અંકિત ગણપત વજીર (રેહ. ભોરડુ તા.થરાદ) રમેશ ઓટા રામ (વાલ્મિકી, રહે. રણોદર ચિતલવાસણા રાજસ્થાન) નરેશ ઈશ્વર મુ. મકડાલા તા.દિયોદર પોલીસે જણાવ્યું કે, આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા કલમ ૩૭૯, ૪૧૪, ૧૨૦(બ), તથા જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર