બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પંજાબ પાસિંગની ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે ટ્રક ડ્રાઈવર અને માલિક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ધાનેરા પોલીસ સ્ટાફ નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રાજસ્થાન-સાંચોર તરફથી આવી રહેલી PB.04.AE.7885 નંબરની ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિની પૂછપરછ કરતા તેઓએ ટ્રકમાં ટાયર ભરેલા હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમના જવાબો સંતોષકારક ન જણાતા પોલીસે ટ્રકને નેનાવા પોલીસ આઉટ પોસ્ટના કમ્પાઉન્ડમાં લઈ જઈ તપાસ કરી હતી. ટ્રકમાં ટાયરની નીચે ખાખી કલરના પૂંઠાવાળી પેટીઓ છુપાવેલી હતી, જેની વધુ તપાસ કરતા તે વિદેશી દારૂની પેટીઓ હોવાનું જણાયું હતું. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન જપ્ત કર્યા હતા. પોલીસે ટ્રકમાંથી કુલ ₹27,63,377.92 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન (કિંમત ₹15,000), બે આધારકાર્ડ, ટ્રક (કિંમત ₹5,00,000), અને બિલ મુજબના ટાયર અને ટ્યુબનો જથ્થો (અંદાજિત કિંમત ₹17,32,208) નો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે ટ્રક ડ્રાઈવર અંગ્રેજ સિંહ ગુરુદેવ સિંહ (ઉંમર 49, રહે. અબોહર, પંજાબ) અને ટ્રકના માલિક જસકરણ સિંહ હરદીત સિંહ (ઉંમર 44, રહે. કોટ કપૂરા, પંજાબ) ની ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થા અંગે પાસ-પરમિટ માંગતા આરોપીઓ પાસે કોઈ પાસ-પરમિટ મળી ન હતી. આ મામલે ધાનેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 81, 98(2), 99 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધાનેરા; ટ્યુબ ટાયરની આડમાં વિદેશી દારૂ તથા આરોપી સહિત 27 લાખનો મુદ્દામાલ જપ્ત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Dhanera#Banaskantha District#Smuggling Attempt#police operation#Foreign Liquor Seizure#Illegal Liquor Transport#Gujarat Crime News#Nenawa Check Post#Punjab Truck#Beer Can Seizure
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
