રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા

ડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા

શહેરના જાણીતા સેવાભાવી અને પરમ રામદેવપીર ભક્ત કનુભાઈ સોલંકી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાથી બાબા રામદેવજીના ધામ રણુજા (રાજસ્થાન) માટેના ભવ્ય પગપાળા સંઘનું સવારે ૧૦:૦૦ કલાકે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.​પરમ શ્રદ્ધા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે "જય બાબા રી"ના નાદ સાથે ઉપડેલા આ પદયાત્રા સંઘમાં ૨૦૦થી પણ વધુ યાત્રિકો ઉત્સાહભેર જોડાયા છે. દર વર્ષે કનુભાઈ સોલંકી દ્વારા પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને તબીબી સારવાર સહિતની તમામ સુવિધાઓ સાથે આ સંઘનું સુંદર આયોજન કરવામાં આવે છે.

88.jpg 202.28 KB
​ડીસાથી પ્રસ્થાન થયેલો આ પગપાળા સંઘ આગામી ૯મી સપ્ટેમ્બરના રોજ રણુજા ધામ ખાતે પહોંચશે, જ્યાં પદયાત્રીઓ બાબા રામદેવજીના ચરણોમાં શીશ નમાવી ધ્વજારોહણ કરશે અને દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવશે. સંઘના પ્રસ્થાન સમયે સ્થાનિક મિત્રો શહેરના અગ્રણીઓ અને ભક્તોએ પદયાત્રીઓને શુભકામનાઓ પાઠવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર