રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તાલુકામાં મનરેગા અંતર્ગત પંચાયત ભવનના નિર્માણમાં વિલંબ

ડીસા તાલુકામાં મનરેગા અંતર્ગત પંચાયત ભવનના નિર્માણમાં વિલંબ

ડીસા તાલુકાના આસેડા, ખરડોસણ સહિતના ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના અંતર્ગત નિર્માણાધીન ગ્રામ પંચાયત ભવનોનું કામ છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી અધૂરું હોવાને કારણે સ્થાનિક સરપંચો અને તલાટીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા તાલુકાના આજુબાજુના ગામોમાં પંચાયતની કામગીરી નવા ભવનોના અભાવે અટવાઈ પડી છે. ખાસ કરીને આસેડા અને ખરડોસણ ગામોમાં પંચાયત ભવન બનાવવાનું કાર્ય ત્રણ વર્ષથી શરૂ કરાયું હતું, જ્યારે અન્ય ગામોમાં પણ અઢી વર્ષથી આ કામગીરી અધૂરી છે. નવા પંચાયત ભવનોની કામગીરી સમયસર પૂર્ણ ન થવાને કારણે સરપંચો અને તલાટીઓએ પોતાની દૈનિક કામગીરી માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા પણ પંચાયત ભવનોનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે, જેથી ગ્રામીણ સ્તરે વહીવટી કાર્ય સરળતાથી ચાલી શકે અને લોકોને પડતી અગવડતાઓ દૂર થાય. સ્થાનિક નાગરિકો અને પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા સરકાર અને સંબંધિત વિભાગોને આ અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી ગ્રામીણ વિકાસના કાર્યોને વેગ મળી શકે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર