ઇન્ટર નેશનલ લોહાણા મહીલા મંડળ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ જેવી કે શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે ગતરોજ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને ધાર્મિક શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા એવા ઇન્ટર નેશનલ લોહાણા મહીલા મંડળના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ ડીસાની કાંટ ગામથી રાણપુર રોડ પર આવેલી જલીયાણ ગૌ શાળા ખાતે વૃક્ષારોપણ તેમજ ગૌમાતાને ઘાસચારા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇન્ટરનેશનલ મહિલા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા ગાયોને ઘાસ નિરવામા આવ્યું હતું. ત્યારબાદ ૪- ૩૦ થી ૬-૩૦ કલાક સુધી ભજન સંધ્યા રાખવામાં આવી હતી.તમામ ભજન મંડળમાં આવનારને અગિયારસ નિમિતે ફરાળી અલ્પાહાર આપવામાં આવ્યો હતો.
ડીસાના મહિલા મંડળ દ્વારા જલિયાણ ગૌશાળામાં વૃક્ષારોપણ તેમજ ગાયોને ઘાસચારાનું વિતરણ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Animal Welfare#Community Service#Environmental Initiatives#Educational Programs#Tree Planting#Social Engagement#Lohana Community#Bhajan Sandhya#Deesana Mahila Mandal#Jallian Gaushala#Fodder Distribution
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
20 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
