રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા25 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડીસા યાર્ડની સૂચના: આગામી 8 દિવસ માવઠાનું જોખમ, ખેતી પાકો સુરક્ષિત રાખવા અપાઈ સૂચના

ડીસા યાર્ડની સૂચના: આગામી 8 દિવસ માવઠાનું જોખમ, ખેતી પાકો સુરક્ષિત રાખવા અપાઈ સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ઉત્તર ગુજરાતના મુખ્ય ગંજ બજાર એવા ડીસા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓના હિતમાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.​હવામાન વિભાગની આગાહી મુજબ, 26 માર્ચ, 2026 થી 2 એપ્રિલ, 2026 દરમિયાન હળવાથી ભારે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ 8 દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોવાથી માલ-સામાનને નુકસાન ન થાય તે માટે અગાઉથી સાવચેતી રાખવી જરૂરી છે. માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારીઓએ કોઈપણ ખેત પેદાશ ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારવી નહી.  માર્કેટયાર્ડમાં સંગ્રહિત માલ તેમજ નવો આવતો માલ પલળે નહીં તે માટે તાડપત્રી કે પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ પોતાની જણસી લઈને માર્કેટયાર્ડમાં આવતા પહેલા ટેલિફોનિક સંપર્ક કરી વરસાદી વાતાવરણની સ્થિતિ વિશે માહિતી મેળવી લેવી, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય. માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ અંગેની જાણકારી પ્રસારિત કરવામાં આવી છે. માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ તમામ હિતધારકોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.  

સંબંધિત સમાચાર