રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા દક્ષિણ પોલીસે આજીવન કેદની સજા ભોગવતો ખૂનનો આરોપી ઝડપ્યો

ડીસા દક્ષિણ પોલીસે આજીવન કેદની સજા ભોગવતો ખૂનનો આરોપી ઝડપ્યો

આરોપી પાલનપુર સબ જેલ હવાલે

બનાસકાંઠા રેન્જ અને જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આજીવન કેદની સજા પામેલા અમદાવાદમાં એક ખૂનના આરોપીને ડીસાના ગવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

બનાસકાંઠા રેન્જ આઈ.જી. પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકી અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતર્ક હતી.​પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી અકીલ અહેમદ અસલામુદીન અંસારી ફરાર છે અને તે અમદાવાદથી ડીસા આવી ગવાડી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે સફળ રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર