ડીસા દક્ષિણ પોલીસે અપહરણ અને પોક્સો કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

બનાસકાંઠા પોલીસનું ‘ફરાર આરોપીઓ’ સામે કડક અભિયાન; ભોગ બનનાર યુવતીને પણ શોધી કાઢવામાં આવી
બનાસકાંઠા જિલ્લામાં ગંભીર ગુનાઓ આચરી કાયદાની પકડથી દૂર ભાગતા આરોપીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાંથી દબોચી લીધો છે. પોલીસે આરોપીની અટકાયત કરવાની સાથે ભોગ બનનાર યુવતીને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી છે.
મળતી માહિતી મુજબ, ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ચાર વર્ષ પૂર્વે નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં આરોપી અર્જુન હકમગીરી ગૌસ્વામી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી. દરમિયાન, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ વિગતના આધારે પોલીસને જાણ થઈ હતી કે આરોપી રાજસ્થાનમાં છુપાયો છે. બનાસકાંઠા પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસની એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે રાજસ્થાનમાં દરોડો પાડી આરોપી અર્જુન ગૌસ્વામીને ઝડપી લીધો હતો. તેની સાથે રહેલી ભોગ બનનાર યુવતીને પણ પોલીસે શોધી કાઢી હતી અને તેને પરત લાવી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે
બનાસકાંઠા પોલીસ ગુનાખોરી ડામવા અને લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે કટિબદ્ધ છે. આ સફળતા પોલીસની સતર્કતા અને ટીવ વર્કનું પરિણામ છે.હાલમાં પોલીસે આરોપીને ડીસા લાવી તેની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ શરૂ કરી છે. આ કામગીરીથી પંથકમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ નાસતા-ફરતા આરોપીઓ સામે આ પ્રકારનું અભિયાન જારી રહેશે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#rajasthan#Banaskantha#legal action#absconding#POCSO Case#Deesa South Police#criminals#Victim Girl#serious crimes
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
11 મિનિટ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
22 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
